Video: થરાદમાં સોશિયલ મીડિયા ક્રિએટર પર હુમલાની ઘટનાએ રાજકીય ચર્ચા, ન્યાય માટે આંદોલનના એંધાણ

સોર્સ: gstv

થરાદના પીલુડા નજીક સોશિયલ મીડિયા ક્રિએટર પર હુમલાની ઘટનાને પગલે બનાસકાંઠામાં રાજકીય હલચલ તેજ બની છે. ઘટનાની જાણ થતાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ઇજાગ્રસ્ત યુવકની મુલાકાતે પહોંચ્યા હતા અને તટસ્થ તપાસની માગ કરી હતી. ત્યારબાદ બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં અને યુવકના ખબરઅંતર પૂછ્યાં હતાં. સવરાખા ગામના ભલાભાઈ નામના યુવકને વીડિયો બનાવવાના બહાને બોલાવી ગાડીમાં આવેલા શખ્સોએ માર માર્યો હોવાનો અને મોબાઈલ ફોન છીનવી ફરાર થયાનો આક્ષેપ છે. આ મામલે થરાદ પોલીસ મથકે બે અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત