Video: તાપીના ઉચ્છલમાં ગમખ્વાર અકસ્માત, આઇસર ટેમ્પો ચાલકનું મોત

સોર્સ: gstv

તાપીના ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામની સીમમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવરટેક કરવા જતાં આઇસર ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી ગયો હતો, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલક દિનેશ વસાવેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થયા હતા. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત