Video: સુરેન્દ્રનગરમાં પિકઅપ કાર પલ્ટી જતાં એક જ પરિવારના ૨૭ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં માતાજીના દર્શને જઈ રહેલા એક જ પરિવારના ૨૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વગડીયાથી પનાર દર્શન અર્થે નીકળેલા પરિવારની પિકઅપ કાર અચાનક પલ્ટી ખાઈ જતાં ચીયારીઓ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓની મોટી સંખ્યાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં રજા પર ગયેલા તબીબી સ્ટાફને પણ તાત્કાલિક ધોરણે ફરજ પર પાછા બોલાવી લેવાયો હતો. ઈજાગ્રસ્તો પૈકી ૫ લોકોની હાલત અત્યંત ગંભીર જણાતાં તેમને વધુ સઘન સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. માતાજીના દર્શને જતી વખતે સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જાહેરાત








