Video: છોટાઉદેપુરના નસવાડીમાં મોટી દુર્ઘટના: મોડી રાત્રે ધોળી કોતરડી ગામે ચાર મકાનો આગમાં ભસ્મીભૂત

રાત્રિના સમયે અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પરિવારો કઈ પણ બચાવી શક્યા ન હતા. પર્વ ટાણે જ સર્જાયેલી આ આફતથી પ્રભાવિત પરિવારો હાલ ખુલ્લા આસમાને આવી ગયા છે અને આંસુ વહાવી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નસવાડી તાલુકામાં છેલ્લા 10 વર્ષથી ફાયર ફાઈટર જેવી પાયાની સુવિધા જ નથી. અન્ય તાલુકામાંથી ફાયર ફાઈટર પહોંચે ત્યાં સુધીમાં બધું જ સ્વાહા થઈ જાય છે. લોકોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવતા લાંબા સમયથી ધારાસભ્ય હોવા છતાં આ સુવિધા ન અપાઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
જાહેરાત








