Video: અંધશ્રદ્ધા વિરુદ્ધ અનોખી મિસાલ: પાટણની ભૂત તાંબુલ ગૃહ પાનની દુકાને ૫૪ વર્ષ પૂરા કર્યા

સોર્સ: gstv

વર્ષ ૧૯૭૨માં કાળી ચૌદશની મધરાતે રામુભાઈએ ભૂત તાંબુલ ગૃહ નામની દુકાનની શરૂઆત કરી હતી. વ્યવસાય બેસી જવાની અંધશ્રદ્ધાભરી માન્યતાને પડકારી તેમણે એ જ વ્યક્તિ પાસે દુકાનનું ઉદ્ઘઘાટન કરાવ્યું હતું. વિશેષ વાત એ છે કે પાનની દુકાન હોવા છતાં અહીં ક્યારેય તંબાકુ કે સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ થતું નથી. રામુભાઈએ પોતાની મહેનતથી બંને પુત્રોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે, જેમાં એક પુત્ર ડેન્ટિસ્ટ અને બીજા પુત્ર સરકારી નોકરી કરે છે. હાલ આ દુકાનમાં ચોકલેટ, જ્ઞાનવર્ધક ચીજો અને આયુર્વેદિક પાન-સોડાનું વેચાણ થાય છે. ગ્રાહકની બોણી થયા પછી જ દીવાબત્તી કરવાની તેમની અનોખી રીત લોકોમાં હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત