Video: તારાપુર ચોકડી પર મધરાતે ટેન્કરનો કહેર, ભયાનક અકસ્માતમાં એકનું મોત, દંપતી ગંભીર

આણંદના તારાપુર ચોકડી પર મધરાતે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ભગત પેટ્રોલ પંપ પાસે પૂરઝડપે આવેલા ટેન્કરે આઇશર, બાઇક અને રસ્તા પર હાજર લોકોને અડફેટે લેતાં અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરની ટક્કરથી સાઇડમાં પાર્ક કરેલું આઇશર પણ પલટી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 48 વર્ષીય બાઇકચાલક અબ્દુલ હફીઝ અબ્દુલ મજીદ મોડપિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રેશમાબેન અને તેમના પતિ સિકંદર ખાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં વડોદરા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટેન્કરચાલકને સતર્ક પોલીસ જવાનોએ ઝડપી પાડ્યો હતો. નશાની હાલતમાં વાહન ચલાવ્યાની આશંકા વચ્ચે પોલીસે ચાલકનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત














