Video: હૈદરાબાદમાં ગેસ રિફિલિંગ રેકેટ ઝડપાયું

સોર્સ: gstv

હૈદરાબાદના લાંગર હાઉસ વિસ્તારમાં પોલીસે ગેરકાયદે LPG રિફિલિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને છ આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 46 ઘરેલુ ગેસ સિલિન્ડર અને 36 નાના સિલિન્ડર જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગનો વેપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જપ્ત કરાયેલા સિલિન્ડરો કબજે લઈને સમગ્ર નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત