Video: મધ્યપ્રદેશ: ઈન્દોર બાયપાસ પર કન્ટેનર ટ્રકમાં ભીષણ આગ, ટાટા મોટર્સની ત્રણ નવી નક્કોર કાર બળીને ખાખ થઈ

સોર્સ: gstv

આ કન્ટેનર ટ્રક હરિયાણાથી આઠ કાર ભરીને ઈન્દોર આવી રહી હતી. જેમાંથી પાંચ કાર અગાઉ ડિલિવર કરી દેવામાં આવી હતી, જ્યારે બાકીની ત્રણ કાર ટ્રકની અંદર જ હતી. આગ લાગતા જ ટ્રકનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, જેથી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે ત્યાં સુધીમાં ત્રણેય કાર બળીને નાશ પામી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત