Video: દાહોદમાં મુખ્યમંત્રીનો ત્રીજો દિવસ, ચાંદાવાડા અને બાવકામાં સીએમની મુલાકાત

દાહોદ પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામે પહોંચી ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. ચાંદાવાડા બાદ મુખ્યમંત્રીએ બાવકા ગામ ખાતે જનસુનાવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોના સ્થાનિક પ્રશ્નોનો ઝડપી તથા તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની સૂચના અપાઈ હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ બાવકાના પૌરાણિક મહાદેવ મંદિરે ભગવાન શિવને અભિષેક કર્યો હતો. મંદિર પરિસરમાં તેમણે સ્થાનિકો અને જાણકારો પાસેથી પૌરાણિક મંદિરના ઈતિહાસ અને મહત્વ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
જાહેરાત















