Video: અમરેલીના રાજુલા ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ, ખાંભા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

સોર્સ: gstv

અમરેલીના ખાંભા તાલુકાની એક પરિણીતાએ રાજુલા ભાજપના નેતા વિક્રમ સાંખટ સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ પોલીસનો ડર બતાવી પરિણીતાના ઘરમાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. થોડા સમય પહેલા જ વિક્રમ સાંખટની રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક થઈ હતી. હાલ ખાંભા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત