Video: સુરત સંકલન બેઠકમાં તંત્રની કામગીરી પર ધારાસભ્યોનો રોષ, તાત્કાલિક ઉકેલની ખાતરી

સોર્સ: gstv

સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી માસિક સંકલન બેઠકમાં લોકપ્રતિનિધિઓએ વહીવટી તંત્રની કામગીરી સામે ખુલ્લેઆમ નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો. પાણી, ડ્રેનેજ, પ્રદૂષણ, ટ્રાફિક અને રેશનિંગ જેવા મૂળભૂત પ્રશ્નોમાં તંત્રની ઢીલી નીતિ પર ધારાસભ્યોએ સીધો સવાલ ઉઠાવ્યો હતો.

સંકલન બેઠકમાં ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારની સમસ્યાઓ રજૂ કરીને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ખખડાવ્યા હતા. વેડ સબસ્ટેશન, લલિતા ચોકડી ટ્રાફિક, રેશનિંગની દુકાનો, બ્રિજના રેમ્પમાં નડતરરૂપ ટાવર અને કોલેજના પ્રશ્નો મામલે ધારાસભ્યોએ આકરો વલણ અપનાવ્યો હતો. આખરે ધારાસભ્યોના આકરા તેવર અને દબાણ બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની ખાતરી અને હકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત