Video: સુરતના નાનાવરાછામાં તસ્કરોનો તરખાટ, બંધ બંગલામાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ

સુરતના નાનાવરાછામાં આવેલા સ્નેહમિલન બંગ્લોઝમાં રહેતા પરિવારના સભ્યો દિવાળી વેકેશન કરવા વતન ગયા હતા. બંધ ઘરનો લાભ ઉઠાવી બાઈક પર હેલ્મેટ પહેરી અને ચહેરો બાંધીને આવેલા બે તસ્કરો ત્રાટક્યા હતા. આ શખ્સોએ ઘરનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અને બંને તસ્કરોની હિલચાલ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
જાહેરાત












