Video: સુરતના વેસુ વિસ્તારમાં મનપા હેલ્થ સેન્ટરની લિફ્ટ બંધ થતાં સગર્ભા મહિલા સહિત ચારનું રેસ્ક્યૂ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ અચાનક બંધ પડી જવાની ઘટના બની હતી. લિફ્ટ ખોટકાઈ જવાના કારણે તેમાં સવાર એક સગર્ભા મહિલા સહિત કુલ ચાર લોકો અંદર ફસાઈ જતાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લિફ્ટનો દરવાજો ખોલીને તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
જાહેરાત













