Video: ડ્રગ્સ નેટવર્કમાં 'પટેલ' નામે અજાણ્યા આરોપીની એન્ટ્રી

અમદાવાદના સરખેજમાં NCB દ્વારા ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરીના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. મુખ્ય આરોપી મુદ્દસર ખાન બાદ ગઈકાલે મધ્યપ્રદેશના અખ્તર પઠાણ અને રાજસ્થાનના જુનેદ ખાનની ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે ઝડપાયેલા બંને આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન NCBના વિશેષ સરકારી વકીલ મહેશ પટેલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં પટેલ નામના એક આરોપીની સંડોવણી સામે આવી રહી છે. હાલ તપાસ એજન્સી દ્વારા આ અજાણ્યા શખ્સ અંગે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત NCB દ્વારા અમદાવાદ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદસૌર તથા જાઉરા વચ્ચેની ડ્રગ્સ લિંક શોધવા માટે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગત 15 નવેમ્બરે સરખેજ વિસ્તારમાં લેબન પાર્કમાં NCBની ટીમે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.












