સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં નવો વળાંક! NCBની તપાસમાં 'પટેલ' નામના અજાણ્યા આરોપીની એન્ટ્રી

સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં નવો વળાંક! NCBની તપાસમાં 'પટેલ' નામના અજાણ્યા આરોપીની એન્ટ્રી
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. NCBની તપાસ દરમિયાન 'પટેલ' નામના એક અજાણ્યા આરોપીનું નામ સામે આવ્યું છે. જેના પગલે સમગ્ર કેસમાં વધુ મોટા નેટવર્કની આશંકા વ્યક્ત થઈ રહી છે.

આ કેસમાં મુખ્ય આરોપી મુદ્દસર ખાન બાદ NCBએ ગઈકાલે મધ્યપ્રદેશના અખ્તર પઠાણ અને રાજસ્થાનના જુનેદ ખાનની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જાહેરાત

કોર્ટની કાર્યવાહી દરમિયાન NCBના વિશેષ સરકારી વકીલ મહેશ પટેલે મહત્વપૂર્ણ દલીલો રજૂ કરી હતી. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન પટેલ નામના અન્ય એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. આ વ્યક્તિ કોણ છે અને ડ્રગ્સ ફેક્ટરી સાથે તેનું શું કનેક્શન છે, તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

બીજી તરફ, NCB હવે અમદાવાદથી લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદસૌર તથા જાઉરા સુધીના કનેક્શનની તપાસ કરી રહી છે.

આ સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે અને પટેલ નામના શખ્સની ભૂમિકા શું છે, તે દિશામાં NCBએ તપાસ તેજ કરી છે.

સરખેજની ડ્રગ્સ ફેક્ટરી પાછળનું નેટવર્ક કેટલું મોટું છે અને તપાસમાં હજુ કયા નવા નામ સામે આવે છે, તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત