Video: રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રવિવારથી તાપમાન વધવાની શક્યતા

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.. મોટાભાગના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ જ્યારે ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી નોંધાયું છે, તેમજ નલિયામાં ૧૧ પોઈન્ટ ૮ ડિગ્રી અને અમરેલીમાં રાજ્યમાં સૌથી નીચું ૧૧પોઈન્ટ ૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં રાજ્યમાં સામાન્ય રીતે લઘુત્તમ તાપમાન ૧૭ થી ૧૮ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં રવિવારથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં આ બદલાવને કારણે લોકોને સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી જેવા મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ શકે છે.
જાહેરાત











