Video: અંકલેશ્વર આઈટીઆઈમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ, 106 તાલીમાર્થીઓનું મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન

અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેમાં આઈટીઆઈના આચાર્ય ડી.જે. વાઘેલા સહિત અંકલેશ્વર જીઆઈડીસીની નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈટીઆઈના 27 ટ્રેડના 106 જેટલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કંપનીઓના પ્રતિનિધિઓએ તાલીમાર્થીઓને વર્તમાન ઔદ્યોગિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જાહેરાત













