Video: સુરતના સચિનમાં સ્કૂલના લીઝ કરારમાં ચેડાંનો આરોપ, મહિલા સહિત ત્રણની ધરપકડ

સુરતના સચિનમાં માસ્ટર માઈન્ડ ઈંગ્લીશ સ્કૂલના લીઝ ડોક્યુમેન્ટમાં ચેડાં અને બોગસ કરાર કરવાના મામલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પ્રાંજલ અશોકકુમાર, રિદ્ધિ નરેશભાઈ સોની અને નરેશ ટી. સોનીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાડા કરારમાં 9 વર્ષના બદલે 15 વર્ષની લીઝ દર્શાવવામાં આવી હતી. ટ્રસ્ટના સત્તાધિકૃત હોદ્દેદારોની મંજૂરી વિના મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિલકતમાં માસ્ટરમાઈન્ડ એજ્યુકેશન સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હતી. હાલ સચિન પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત













