Video: સુરતના પાંડેસરામાં i20 કારમાં આગ, ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

સોર્સ: gstv

સુરતના પાંડેસરા વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર નજીક પસાર થઈ રહેલી એક i20 કારમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને ઘટનાસ્થળે બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી જઈને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કારને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત