Video: જંબુસરમાં બે બાઈક સામસામે અથડાયાં, બે યુવાનો ઇજાગ્રસ્ત

ભરૂચના જંબુસરમાં બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જંબુસર મામલતદાર કચેરી પાસે શિવશક્તિ માર્બલ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનો લુકમાન મલેક અને કાશ્મીર વાઘેલા ઇજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લુકમાન મલેકની હાલતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે અલ મહેમુદ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે કાશ્મીર વાઘેલાને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત














