Video: ભગવાન નરસિંહજીના વરઘોડા માટે વડોદરા પોલીસ સજ્જ

વડોદરામાં આગામી 24 નવેમ્બરે ભગવાન નરસિંહજીનો 289મો ભવ્ય વરઘોડો નીકળશે. જેમાં ભગવાન પાલખીમાં બિરાજમાન થઈને તુલસીજી સાથે લગ્ન કરવા પધારશે. આ વરઘોડો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાનો હોવાથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.વરઘોડાની તૈયારીઓના ભાગરૂપે DCPની આગેવાનીમાં પોલીસ દ્વારા શહેરના અડાણીયા પુલથી તુલસીવાડી મંદિર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ જોડાઈને વિસ્તારમાં સતર્કતા સાથે પેટ્રોલિંગ કર્યું હતું..વરઘોડામાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાશે..શાંતિપૂર્વક લોકો આ ઉત્સવને માણી શકે તે માટે પોલીસ સંપૂર્ણપણે સતર્ક છે.
જાહેરાત












