Video: સુરતના કતારગામમાં બંધ કારમાં ત્રણ કલાક ફસાઈ મહિલા, પોલીસે કાચ તોડી બચાવ્યો જીવ

સોર્સ: gstv

સુરતના કતારગામ વિસ્તારમાં બંધ કારમાં મહિલા અંદાજે ત્રણ કલાક સુધી ફસાઈ રહેવાની ઘટના સામે આવી છે. જેરામ મોરાની વાડી ખાતે વાટલિયા સમાજની વાડીના ગેટ પાસે પાર્ક કરેલી કારમાં મહિલા અંદરથી લોક થઈ ગઈ હતી. મહિલાને લાંબા સમય સુધી કારમાં ફસાયેલી જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક કતારગામ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કારનો કાચ તોડી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિકોની સતર્કતા અને પોલીસની સમયસર કામગીરીથી મહિલાનો જીવ બચ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત