દિવાળીના પાંચ દિવસમાં અંબાજીનો ભંડારો છલકાયો! 12 લાખથી વધુ ભક્તો પહોંચ્યા, માત્ર રોકડ દાન 1 કરોડને પાર

દિવાળીના પાંચ દિવસમાં અંબાજીનો ભંડારો છલકાયો! 12 લાખથી વધુ ભક્તો પહોંચ્યા, માત્ર રોકડ દાન 1 કરોડને પાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની દિવાળી સિઝન એકમથી પાંચમ સુધી પાંચ દિવસમાં એક કરોડથી વધુની આવકથી ભક્તોએ માનો ભંડારો છલકાવ્યો હતો. દર વર્ષે માતાજીના ભંડારાની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

માત્ર ભંડારાની આવક જ એક કરોડથી વધુ

જાહેરાત

જેમ સોનું-ચાંદી અલગ તથા પ્રસાદીની આવક પણ અલગ માત્ર ભંડારાની આવક જ એક કરોડથી વધુ થવા પામી છે. જેમાં માના ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો નવા વર્ષના દિવસે જગતજનની માં અંબાના દર્શન કરવા અચૂક આવે છે.

માતાજીના ભંડારાની આવકમાં સતત વધારો

માં અંબાના ના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા દિવસે ને દિવસે સતત વધતી રહે છે. આ વખતે પણ દિવાળી સિઝનમાં એકમથી પાંચમ સુધી અંદાજિત 12 લાખથી પણ વધુ માઈ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. જેના લીધે માત્ર ભંડારાની રોકડ રકમ જ એક કરોડથી વધુ થવા જાય છે. દર વર્ષે માતાજીના ભંડારાની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

એકમથી પાંચમ સુધી માઈ ભક્તોનો ધસારો

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એકમથી પાંચમ સુધી માઈ ભક્તોના ધસારાને પહોંચી વળવા સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે, તથા માતાજીનો પ્રસાદ મેળવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાંચ દિવસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પગપાળા સંઘો પણ આવ્યા હતા. તેમણે માના શિખર એ ધજાઓ પણ ચડાવી હતી. ઉપરાંત અનેક લોકો પગપાળા માં અંબાના દર્શને પણ આવ્યા હતા.

બોલમાડી અંબે… જય જય અંબેના નાદોથી ચાચર ચોક ગુંજ્યો

આ પાંચ દિવસ દરમિયાન માં અંબાનો ચાચર ચોક માઈ ભક્તોના પ્રવાહથી છલકાઈ ગયો હતો. સતત બોલમાડી અંબે… જય જય અંબેના નાદોથી ચાચર ચોકને પણ ગજવી દીધો હતો. સાથે માઈ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સૌ પોતાની યથાશક્તિ પ્રમાણે દાનની સરવાણી વહેવડાવી હતી. જે જોતા માતાજીનો ભંડારો છલકાઈ જવા પામ્યો હતો. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા આ રકમથી વધુ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેવું મંદિરના વહીવટદારે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત