Video: સાયલામાં ક્વોરી ઉદ્યોગકારો પરેશાન, તહેવારમાં 'વ્યવહાર' આપ્યો હોવા છતાં ઉઘરાણાના આક્ષેપ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી તંત્રના કથિત ત્રાસ અને ઉઘરાણાથી કંટાળીને ક્વોરી ઉદ્યોગકારો તેમજ ડમ્પર માલિકો મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા.સાયલા તાલુકા ક્વોરી એસોસિએશનના હોદ્દેદારોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ અને ડેપ્યુટી કલેક્ટર સહિતના તંત્ર દ્વારા ખનિજ ખનન અને વહનમાં ખાનગી માણસો રાખીને ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.દિવાળીના તહેવારમાં વ્યવહાર આપ્યો હોવા છતાં ઉઘરાણા ચાલુ રાખવામાં આવ્યા હોવાનો તેમજ લીઝ મંજૂરીમાં ઇસી સર્ટિફિકેટ માટે ૧૫ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો.આ ઉપરાંત સરકારમાં પથ્થરની ખાણોની ૫૦થી વધુ પેન્ડિંગ ફાઈલોને તાત્કાલિક મંજૂરી આપવાની પણ જોરદાર માંગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત