મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલામાં જરૂર ના હોય તેવું ખાતર ફરજિયાત ખરીદવા દબાણ!

સાયલાના પ્રધાનમંત્રી કિશાન સમૃદ્ધિ કેન્દ્રમાં યુરીયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજિયાત આપવામાં આવતી હો

તસવીર: gstv

સાયલાના પ્રધાનમંત્રી કિશાન સમૃદ્ધિ કેન્દ્રમાં યુરીયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજિયાત આપવામાં આવતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જરૂરી યુરીયા અને ડીએપી ખાતરની જગ્યાએ તેમની જરૂરિયાત ન હોય તેવા ખાતરો લેવા માટે દબાણ કરવામાં આવે છે, જેના કારણે ડેપો ખાતે હોબાળો મચ્યો હતો. બીજી તરફ ડેપો ઇન્ચાર્જ માલકીયા પુરીબેને જણાવ્યું કે હેડ ઓફિસની સૂચના મુજબ ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે આ મુદ્દે સંબંધિત વિભાગ શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો