VIDEO:સાયલામાં જન કલ્યાણ કાર્યક્રમમાં જનતા ગેરહાજર, સંખ્યા બતાવવા વિદ્યાર્થીઓ અને સ્ટાફને બેસાડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વિવિધ સ્થળોએ યોજાયે

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વિવિધ સ્થળોએ યોજાયેલા સરકારી જન કલ્યાણ કાર્યક્રમોનો ફિયાસ્કો થયો હોવાની ચર્ચા જાગી છે. ધાંધલપુર, ડોળિયા, નોલી અને સુદામડા ગામે સરકારી યોજનાઓની માહિતી આપવા શિબિરોનું આયોજન કરાયું હતું. પરંતુ સ્થાનિક લોકોની પાંખી હાજરીને કારણે, સંખ્યા બતાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને આંગણવાડીની બહેનોને બેસાડવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓનું ભણતર બગાડીને હાજરી વધારવાના તંત્રના આ પ્રયાસ સામે સવાલો ઉઠ્યા છે. સાયલા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં પણ સ્થાનિક લોકો ગેરહાજર રહ્યા હતા અને માત્ર સરકારી કર્મચારીઓ જ જોવા મળ્યા હતા.



