Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Mineral theft worth crores caught in Sayla, valuables worth ₹2.50 crore seized

Surendranagarમાં ખનીજ માફિયાઓ પર મોટો સપાટો; સાયલામાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ, ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાં ખનીજ માફિયાઓ પર મોટો સપાટો; સાયલામાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ, ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ દરોડાને પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

સરકારી ખરાબામાં ચાલતું હતું કાળુંબજાર

મળતી માહિતી અનુસાર, ગુંદીયાવડા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબાની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદે રીતે મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ કૌભાંડ પાછળ ગબરુ મોગલ દ્વારા ખનીજ ચોરી કરતો હોવાનું સામે આવ્યું. રાજકોટ રેન્જની ટીમે અચાનક દરોડો પાડીને ઘટનાસ્થળેથી 3 એક્સવેટર અને  4 ડમ્પર, સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ તમામ 7 વાહનો સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ જપ્ત કરાયેલા વાહનોને આગળની તપાસ માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલો ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

સ્થાનિક તંત્ર અને ખનીજ વિભાગ સામે મોટા સવાલો

રાજકોટ રેન્જની આ સફળ અને મોટી કાર્યવાહીએ સુરેન્દ્રનગરના સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો આટલા મોટા પાયે એક્સવેટર અને ડમ્પરો મૂકીને સરકારી જમીન પર ખુલ્લેઆમ ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું, તો સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગ અત્યાર સુધી અજાણ કેમ હતા? શું સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો?