Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Housewives outraged as LPG cylinder price suddenly increases by ₹29

VIDEO: Surendranagar / મોંઘવારીનો વધુ એક ડામ; LPG સિલિન્ડરમાં એકાએક ₹29નો વધારો થતાં ગૃહિણીઓમાં આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સતત વધતી જતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. દૂધ, તેલ અને પેટ્રોલ બાદ હવે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં એકાએક 29 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 949 રૂપિયા પર પહોંચ્યો છે.સુરેન્દ્રનગરની ગૃહિણીઓએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષ 2015માં જે રસોડું પાંચ હજાર રૂપિયામાં ચાલતું હતું, આજે 20 હજાર રૂપિયા પણ ઓછા પડી રહ્યા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓએ સરકાર પાસે મોંઘવારીને કાબૂમાં લેવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટે ઉગ્ર માંગ કરી છે.

App Store