મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલામાં ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માત

સાયલાના ડોળિયા-મૂળી હાઈવે પર ભાડુકા ગામના પાટિયા નજીક ટ્રક અને પિકઅપ વચ્ચે સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. ટ

તસવીર: gstv

સાયલાના ડોળિયા-મૂળી હાઈવે પર ભાડુકા ગામના પાટિયા નજીક ટ્રક અને પિકઅપ વચ્ચે સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં કપાસિયા ભરીને જિનિંગ મિલ તરફ લઈ જવાતા હતા. અકસ્માતમાં ટ્રક ચાલક પ્રતાપ સોનારતનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. ઘટનાને પગલે સાયલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો