Video: જામનગરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5.77 લાખનો જથ્થો કબજે

સોર્સ: gstv

જામનગરમાં પંચકોષી એ ડિવિઝન પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. રેન્જ ડીઆઈજી અને એસપીની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસે રવાણી ખીજડીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ભરતભાઈ ખીમસૂર્યા અને મનસુખભાઈ ખીમસૂર્યાની વાડીમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમની તપાસમાં આશરે 932 લીટર નકલી ઘી મળી આવ્યું હતું, જેની કિંમત 5 લાખ 77 હજાર 840 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 200 એમએલના 2,160 સીલબંધ ડબ્બા કબજે કર્યા હતા, જ્યારે 500 લીટર ઘીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઘીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલી પોલીસે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત