Video: જામનગરમાં વાયુસેનાની 'સહાયતા સેતુ' કવાયત

સોર્સ: gstv

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન ભારતીય વાયુસેનાના નેતૃત્વમાં બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં બિમસ્ટેક અને QUAD ના 24 થી વધુ મિત્ર દેશોના પ્રતિનિધિઓ, ત્રણેય પાંખની સેના, કોસ્ટ ગાર્ડ તથા NDMA ની ટીમો જોડાઈ છે. કવાયતના અંતિમ દિવસે આયોજિત ખાસ એર શો અને મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં સી 17 ગ્લોબમાસ્ટર દ્વારા પેરાડ્રોપ, એએન 32 વિમાનમાંથી પેરા જમ્પિંગ, જગુઆરની ઉડાન, એમઆઈ 17 હેલિકોપ્ટરથી આગ બુઝાવવાની કામગીરી અને ચિનૂક હેલિકોપ્ટરના અંડરસ્લંગ ઓપરેશનનું દિલધડક પ્રદર્શન કરાયું હતું. ગંભીર ચક્રવાત, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો સમયે ઝડપી બચાવ, તબીબી સહાય અને આંતરરાષ્ટ્રીય સંકલન મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ ઐતિહાસિક કવાયત સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત