Video: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની સક્રિયતા વધારવાની કવાયત, ખાનપુર કાર્યાલયે જૂના જોગીઓને મેદાનમાં ઉતારવા બેઠક

સોર્સ: JATIN BAROT GSTV NEWS

અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સક્રિય બનાવવા મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રદેશ મહામંત્રી અને પ્રભારી અજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેર પ્રમુખ, શહેર મહામંત્રીઓ અને તત્કાલીન કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જૂના જોગીઓને ફરી સક્રિય કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને SIRના મુદ્દે લોકો સાથે સીધો સંવાદ કરવા સૂચના આપવામાં આવી હતી. એક નેતાને 10થી 12 લોકોનો સંપર્ક કરી SIR અંગે જાગૃતિ લાવવા સૂચવાયું હતું. ઉપરાંત પોતાના મતવિસ્તારના મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય તે અંગે ખાસ તકેદારી રાખવા ટકોર કરવામાં આવી હતી. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓ અને કાર્યકરોને અત્યારથી જ સક્રિય બની કામગીરી શરૂ કરવા સૂચના અપાઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત