Video: સુરતના અલથાણ-ભીમરાડમાં ખાડી પહોળી કરવાની કામગીરી:માટીના નિકાલ અને વિભાગીય સંકલનના અભાવે વિલંબ

સુરતના અલથાણ-ભીમરાડ વિસ્તારમાં ૬ કિલોમીટરના પટ્ટામાં ખાડી પહોળી કરવાનું મહાઅભિયાન પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સિંચાઈ વિભાગે ૩૦ હેવી મશીનોની મદદથી માત્ર ૪૫ થી ૫૦ દિવસમાં ૨લાખ ૪૫ હજાર ઘન મીટર માટી બહાર કાઢી છે.જોકે, બહાર કાઢવામાં આવેલી આ માટીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખાડી કિનારે વિશાળ ઢગલા ખડકાયા છે, જે ભરતી દરમિયાન જળસ્તર વધતાં ફરી ખાડીમાં ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે.આ માટી ઉપાડી જવા માટે સિંચાઈ વિભાગે ખાણ-ખનિજ વિભાગને બે વખત લેખિત પત્ર લખી રજૂઆત પણ કરી છે.આ ઉપરાંત ખાડી વિસ્તરણની કામગીરીમાં ગેટકોના ૬૬ કેવીના ૨૨ હાઈ-ટેન્શન ટાવરો તેમજ દર ૧૫ દિવસે અમાસ-પૂનમે આવતી ભરતી-ઓટ પણ મોટો અવરોધ ઊભો કરી રહી છે.
જાહેરાત













