Video: DGVCLVની વીજ કચેરીઓનું ખાતમુહૂર્ત;ઓલપાડ-સુરતના ગ્રાહકોને મળશે ઝડપી વીજ સેવા

સુરતના ઓલપાડમાં વીજ કંપનીની નવી કચેરીઓના નિર્માણ માટે નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. રૂપિયા ૯ કરોડ ૭૯ લાખના ખર્ચે તૈયાર થનારા આ અદ્યતન ભવનમાં ઓલપાડ ગ્રામ્ય વિભાગીય કચેરી, ઓલપાડ પેટા વિભાગીય કચેરી અને રાંદેર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. નવી કચેરીઓ કાર્યરત થવાથી ઓલપાડના ૭૭ ગામો અને સુરત શહેરના ૨ લાખ ૧૭ હજાર ૪૪૫થી વધુ વીજ ગ્રાહકોને વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ મળી શકશે.
જાહેરાત














