Video: ભુજ જેલમાંથી મોબાઈલ અને ચાર્જર મળ્યાં

કચ્છના ભુજ ખાતે આવેલી પાલારા જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુ મળી આવવાનો મામલો સામે આવ્યો છે, જ્યાંથી સીમ કાર્ડ વગરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ચાર્જર ઝડપાયા છે. આ મોબાઈલ ફોન અને ચાર્જર જેલના દાણાં ગોદામ પાસે આવેલા સૂકાં ઘાસમાં અત્યંત ગુપ્ત રીતે છૂપાવી રાખવામાં આવ્યા હતા. જેલના બે કાચા કામના કેદીઓએ આ અંગે જેલ તંત્રને માહિતી આપી હતી, જેના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. કેદીઓની માહિતીના પગલે જેલ સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઝડતી લીધી હતી અને મોબાઈલ તેમજ ચાર્જર જપ્ત કર્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને જેલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને જેલની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક અને પ્રતિબંધિત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત














