Video: પંચમહાલ ડેરીમાં ઓર્ગેનિક ખેતી અંગે પરિસંવાદ; ખેડૂતોને ઓર્ગેનિક ઉપજના માર્કેટિંગ અને પોષણક્ષમ ભાવની અપાઈ ખાતરી

સોર્સ: gstv

પંચમહાલની પંચામૃત ડેરી ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના નોંધાયેલા ૪૦ જેટલા ખેડૂતો સાથે ઓર્ગેનિક ખેતી અંગે એક મહત્વપૂર્ણ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ ધપાવતા પંચમહાલ ડેરીના ચેરમેને ખેત પદ્ધતિમાં બદલાવ લાવી ઓર્ગેનિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો.ડેરીના નિયુક્ત એગ્રીકલ્ચર કર્મીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.પરિસંવાદમાં ઇન્ચાર્જ એમડી ચિરાગ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને તેમની ઓર્ગેનિક ઉપજના માર્કેટિંગ અને પોષણક્ષમ ભાવ અપાવવાની ખાતરી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત