Video: પંચમહાલના દલવાડા ગામે યુવકની હત્યા કેસમાં પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકામાં 20 વર્ષીય યુવક મહેશ રાઠોડની માર મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહેશ મંડપના કામે જવા નીકળ્યો હતો ત્યારે સાત શખ્સોએ તેને બાઈક પર બેસાડી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકને માર મારવામાં આવતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગોધરા, વડોદરા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકનું મોત થયું હતું. મૃતકના ભાઈ દિનેશે સાત શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પંચમહાલ LCB, SOG અને શહેરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
જાહેરાત








