Video: અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્રની મોટી બેદરકારી સામે આવી: વૃક્ષોની ઘેઘૂર ડાળીઓમાં સ્ટ્રીટ લાઈટો ઢંકાઈ જતાં ઓછા પ્રકાશની ફરિયાદ

ચોમાસા બાદ વૃક્ષો વધુ ઘેઘૂર બનતા સ્ટ્રીટ લાઈટો સાવ ઢંકાઈ ગઈ છે જેથી જોઈએ તેટલો પ્રકાશ માર્ગ પર પથરાતો નથી અને તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. અકસ્માત અને ગુનાખોરીનો ભય વધતા નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. આ ફરિયાદોને પગલે AMC તંત્ર આખરે એક્શન મોડમાં આવ્યું છે. રીક્રીએશન કમિટી ચેરમેન દ્વારા બગીચા ખાતાને કડક સૂચના આપવામાં આવી છે કે આવા સ્પોટ શોધી કાઢીને તાત્કાલિક અસરથી વૃક્ષોનું યોગ્ય ટ્રીમિંગ કરવામાં આવે, જેથી સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ સીધો રસ્તા સુધી પહોંચી શકે અને નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ મળે.
જાહેરાત






