Video: ડાકોરના રણછોડરાયજી મંદિરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી: અશ્વ પર ઠાકોરજીની શોભાયાત્રા અને દીપમાલા જોવા લાખો ભક્તો ઉમટ્યા

સોર્સ: gstv

આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ચતુર્માસની સમાપ્તિ બાદ ઠાકોરજીના પંચામૃત સ્નાન, વિશેષ શણગાર અને પૂજન-અર્ચન બાદ અશ્વ પર બિરાજમાન થઈ શ્રીજીની શોભાયાત્રાનું આયોજન થયુ છે..આ અલૌકિક પ્રસંગે મંદિર પરિસરમાં દીપમાલાના પ્રાગટ્ય અને ભવ્ય રોશનીનો આહલાદક નજારો જોવા મળશે, જે સમગ્ર ગુજરાતમાં માત્ર અહીં જ જોવા મળે છે.તુલસી વિવાહના પાવન અવસરે ગોમતી ઘાટ અને રણછોડરાયજી મંદિરમાં ધજાજી ચઢાવવા તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા લાખો ભાવિકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત