VIDEO: : અધિકારીઓની અહમની લડાઈમાં ડાકોરના નગરજનો પીવાના પાણી વગર મુશ્કેલીમાં મુકાયા !
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં નગરપ

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ-મકાન વિભાગ વચ્ચેના શીતયુદ્ધને કારણે પીવાના પાણીની મેઇન પાઇપલાઇન તૂટી જતાં નગરજનો વલખાં મારવા મજબૂર બન્યા છે. ૨૯ સપ્ટેમ્બરે આર એન્ડબી વિભાગના અધિકારીએ નોટિસ આપી પાઇપલાઇન ખસેડવા કહ્યું હતું. ત્યારબાદ પુલના ડ્રિલિંગ દરમિયાન કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન તોડી પાડતાં અંદાજે ૩ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આમને-સામને આક્ષેપો અને પોલીસ અરજી સુધી મામલો પહોંચ્યો છે, તો બીજી તરફ લાઇન પૂર્વવત ન થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા પાણી આપવાની નોબત આવી છે. બેજવાબદાર વહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.



