Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : In view of the change in GST, the power to arrest the tax officials will be taken away?

GSTમાં ફેરફારના એંધાણ, ટેક્સ અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા છીનવાશે?

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

GST વ્યવસ્થામાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર GST અધિકારીઓને મળેલી સીધી ધરપકડ કરવાની સત્તા ખતમ કરવા અંગે વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવ પર 7 ઓક્ટોબરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને મંજૂરી બાદ GST કાયદામાં સંશોધન શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે. હાલ ગંભીર ટેક્સ અપરાધો, નકલી બિલ, ખોટી ITC અને જાણીજોઈને કરચોરી જેવા કેસોમાં CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડની જોગવાઈ છે. અધિકારીઓની સત્તાના કથિત દુરુપયોગ અને ઉદ્યોગ જગતની ચિંતાઓ વચ્ચે સરકાર આ ફેરફાર પર વિચાર કરી રહી છે. જોકે ગંભીર છેતરપિંડી સામે કડક કાર્યવાહી યથાવત રાખવાની સરકારની દિશા હોવાનું કહેવાય છે.

App Store