Video: અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની મોટી સફળતા: રૂપિયા ૩.૦૩ લાખના ૧૫ ગુમ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

સોર્સ: gstv

ગુજરાત પોલીસના 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને લોકોના ગુમ થયેલા ૧૫ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે સીઈઆઈઆર પોર્ટલની મદદથી રૂપિયા ૩ લાખ ૩ હજાર ૫૦૦ની કિંમતના આ મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા. વર્ષ ૨૦૨૬માં છેલ્લા ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન આ જ પોલીસ સ્ટેશનની ટીમે સીઈઆઈઆર પોર્ટલ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા કુલ ૧૧૩ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. પરત કરવામાં આવેલા આ કુલ ૧૧૩ મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂપિયા ૨૨ લાખથી વધુ થાય છે. પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મળતાં નાગરિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત