Video: સુરતમાં પતંગની દોરીથી યુવક ગંભીર ઘાયલ; ન્યુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સોર્સ: gstv

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ચાલુ બાઈકે પતંગની દોરી વાગતાં એક યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. છાપરાભાઠા વિસ્તારમાંથી પોતાની નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા સાહિલ રાણા નામના યુવકને આ અકસ્માત નડ્યો હતો. છાપરાભાઠાથી ઉધના તરફ જતી વેળાએ અચાનક ગળામાં દોરી આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગળામાં ગંભીર ઘા વાગવાથી લોહીલુહાણ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ન્યુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત