Video: સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ, 48 સ્થળોએ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના બોર્ડ ગાયબ

સોર્સ: gstv

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં આઈસ્ક્રીમ પાર્લરો અને ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા કુલ 106 આઈસ્ક્રીમ પાર્લરો અને સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં 48 સ્થળોએ હજુ સુધી જરૂરી માહિતી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોને દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાય તે માટે આ બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં બાકીની 48 સંસ્થાઓમાં પણ બોર્ડ લગાવવામાં આવે તે માટે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મનપાનો હેતુ ગ્રાહકોમાં જાગૃતિ વધારવા અને ખાદ્યપદાર્થો અંગે યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત