સુરતમાં સિરિયલ લૂંટના આરોપી પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં મારી ગોળી

સુરતમાં સિરિયલ લૂંટના આરોપી પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં મારી ગોળી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતમાં કતારગામ, મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ હોવાનું સામે આવ્યું છે. આરોપીને પકડ્યા બાદ પોલીસ તપાસ માટે અડાજણ વિસ્તારમાં લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

PSIએ વળતો જવાબ આપતાં ફાયરિંગ કર્યું

આરોપી ભાગવાનો પ્રયાસ કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચના PSI શૈલેષ દુબેએ વળતો જવાબ આપતાં ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુના પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી હતી. આ કેસમાં અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને પકડ્યો છે. જોકે, આરોપીના ભાગવાના પ્રયાસ દરમિયાન થયેલા ફાયરિંગને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત