Video: સુરત ક્રાઈમ બ્રાન્ચનું વધુ એક ફાયરિંગ, સીરીયલ લૂંટના આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુના પગમાં પોલીસે ગોળી મારી

સોર્સ: gstv

સુરતના કતારગામ, મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. પોલીસે આ ગેંગના બીજા આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુને ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ અર્થે અડાજણ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી હતી. વળતા જવાબમાં ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. શૈલેષ દુબેએ આરોપીના પગમાં ગોળી મારી તેને ફરી દબોચી લીધો હતો. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને હાલ તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત