Video: પાટણના સન્ડેર ખોડલધામમાં 74 નવદંપતીના લગ્નની ભવ્ય તૈયારીઓને આખરી ઓપ

સોર્સ: gstv

ઉત્તર ગુજરાતના 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક એકતા અને સાદગીનો સંદેશ આપતા દ્વિતીય રાત્રી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાટણના સન્ડેર સ્થિત ખોડલધામ ખાતે 22 નવેમ્બરના રોજ 74 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે. 23 લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં ગ્રામ્ય થીમ આધારિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક દીકરીને પાંચ લાખ રૂપિયાથી વધુની કરિયાવરની ભેટ આપવામાં આવશે. લગ્નના દિવસે 74 કન્યાઓ દ્વારા સૌપ્રથમ ગાયનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ લગ્નવિધિનો પ્રારંભ થશે. આ સમૂહ લગ્નમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરા-દીકરીઓની સાથે ઉદ્યોગપતિ પરિવારોનાં સંતાનો પણ લગ્નગ્રંથિથી જોડાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત