Video: વડાલીમાં શ્રમિક પરિવારના ઝૂંપડામાં આગ લાગતા મોટરસાયકલ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ

સોર્સ: gstv

સાબરકાંઠાના વડાલીમાં જીઈબી માર્ગ પર દૂધેશ્વર મંદિરની સામે આગ લાગવાની ઘટના સામે આવી છે. ખુલ્લી જગ્યામાં રહેતા શ્રમિક પરિવારના ઝૂંપડામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઝૂંપડામાં રહેલી મોટરસાયકલ સહિત ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, આગ લાગી ત્યારે પરિવારના સભ્યો ઝૂંપડાની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત