Video: વડાલીમાં પ્રેમજાળ અને બ્લેકમેઇલિંગથી કંટાળી યુવતીનો આપઘાત

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમનો કરુણ અંત આવ્યો છે. થુરાવાસ ગામની ૨૨ વર્ષીય પલ્લવી પટેલે પ્રેમીના અસહ્ય ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક યુવતીને આરોપી અવિક્ષિત પટેલે ખોટી પ્રેમજાળમાં ફસાવી અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ગંભીર બાબતે વડાલી પોલીસે સ્યુસાઇડ નોટના આધારે પ્રેમી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








