Video: રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનું શહેરમાં સઘન ચેકિંગ

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 47 ધંધાર્થીઓને ત્યાં તપાસ દરમિયાન 37 કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો, જ્યારે 14 સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.મધ્યાહન ભોજન પૂરું પાડતી પારસ એગ્રોમાંથી પણ 8 વસ્તુના નમૂના લેવામાં આવ્યા છે. પારસ એગ્રો અગાઉ પણ બળેલી રોટલી અને ચવડાના શીરા સહિતની ભોજન સામગ્રીને લઈને વિવાદમાં આવી હતી. શહેરની 97 શાળાઓ અને 365 આંગણવાડીઓને ભોજન પૂરું પાડતી આ સંસ્થા સામે અગાઉ પણ ગુણવત્તા અંગે ફરિયાદો ઊઠી હતી. જોકે, મેનેજરે શરૂઆતની ખામીઓ સુધારી હોવાનો દાવો કર્યો છે અને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે.








